The Gujarat government approved the budget for 2020-21 in the Legislative Assembly.

ગુજરાત સરકારનું ૨૦૨૦ - ૨૧નું બજેટ વિધાનસભામાં ફટાફટ મંજૂર

નવા વર્ષના ખર્ચ માટે વિનિયોગ વિધેયકનું પસાર થવું જરૂરી : Dy . CM

* બાકી વિભાગોની માગ ચર્ચા વિના તથા બિનમતપાત્ર માગો ગિલોટિનથી પસાર કરી દેવાઈ.



       ગુજરાત સરકારે સોમવારે વિધાનગૃહમાં ગુજરાત વિનિયોગ વિધેયક વિપક્ષની ગેરહાજરી પસાર કરાવતા વર્ષ ૨૦૨0-૨૧નું અંદાજે રૂ . ૨ . ૧૭ લાખ કરોડનું બજેટ મંજૂર થઈ ચૂક્યું છે . રાજ્યના નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે ગૃહમાં સત્ર મોકૂફીનો પ્રસ્તાવ પસાર થયા બાદ વિનિયોગ વિધેયક મંજૂર કરાવતી વખતે જણાવ્યું હતું કે , એપ્રિલ - ૨૦થી નવા બજેટના ખર્ચની મંજૂરી માટે આ વિધેયક પસાર કરવું અતિ જરૂરી છે . આ પૂર્વે સોમવારે ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહકલક્ષી બાબતોના વિભાગનું તથા પાણી પુરવઠા વિભાગની બજેટની માગણી ચર્ચા કરી પસાર કરાઈ હતી . જ્યારે બાકી રહેલા વિભાગોની મતપાત્ર માગણીઓ બહુમતીથી તેમજ વિધાનસભાત્રાજભવનના ખર્ચા સહિતની બિનમતપાત્ર માગણીઓ ગિલોટિનથી પસાર કરાઈ હતી .



          વર્ષ ૨૦૨૦ - ૨૧ના બજેટની રજૂઆત વખતે ખેડૂતોના કોલ્ડ સ્ટોરેજ ઉપરનો ઘલનો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરવાની , મંદિરો , મસ્જિદો , ચર્ચ , ગુરદ્વારા , દેરાસર , અગિયારી જેવા ધાર્મિક સ્થળો તેમજ કબ્રસ્તાન દરગાહ - સ્મશાનગૃહ - સમાધિ જેવા સ્થળો ઉપરનો હાલનો વીજકર ૨૫ ટકાથી ઘટાડી ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ ટકા કરવાની , ધર્મશાળાઓ ઉપરનો હાલનો ૨૫ ટકાથી ઘટાડી ગ્રામીણ વિસ્તારોમાં ૭ . ૫ ટકા અને શહેરી વિસ્તારોમાં ૧૫ ટકા કરવાની , ધર્મશાળાઓ ઉપરનો હાલનો ૨૫ ટકા વીજકર એચ . ટી . જોડાણવાળી ધર્મશાળાઓને ૧૫ ટકા તથા એલ . ટી . જોડાણ ધરાવનારી ધર્મશાળાઓને ૧૦ ટકા કરવાની તેમજ ૩૦ લાખ જેટલા નાના દુકાનદારો વેપારીઓ - કારીગરોના એકમોને હાલનો ૨૫ ટકા વીજ કર ધટાડીને ૨૦ ટકા કરવાની | જાહેરાત થઈ છે . આ રૂ . ૩૩૦ કરોડની કરરાહતો સંદર્ભે વૈધાનિક ઔપચારિકતા પૂર્ણ કરવા વિદ્યુત શુલ્ક સુધારા વિધેયક ઊર્જામંત્રી દ્વારા છેલ્લે રજૂ કરાયું હતું . જેને પણ બહુમતીથી પસાર કરી દેવાયું છે.